સરળતાથી કે ઓછી મહેનતથી મળેલ સફળતા, નામના કે મિલ્કત થોડો સમય જ સાથે આપે છે. ઝુંપડી કરતા મકાન અને મકાન કરતાં મહેલ બનાવવામાં સમય, સંપત્તી બન્નેનો વધારે ખર્ચ થાય છે
પોતાના ઓળખીતા સબંધી મિત્રો માટે જીવનારો માણસ જ્યારે પોતાના માટે જીવવા લાગે ત્યારે લોકો કહે છે કે હવે એ બદલાઈ ગયો સ્વાર્થી થઈ ગ્યો !
ના એવું નથી ભાઈ
"એ હવે તમારી જેવી જીવનશૈલી જીવવા લાગ્યો છે" #આપડેપોતે
રીટાયર્ડ મેન્ટ પછી મોટાભાગના નિવૃત્ત થયેલા લોકો દુ:ખી એટલે હોય છે કે,
એ નોકરી પરથી તો ઉતરી ગયા હોય છે,
પરંતુ તેમનાં મગજમાંથી હોદ્દો નથી ઉતરતો.
#આપડેપોતે
પડખામાં સુતુ બાળક રાત્રે પિતાના ગળે હાથ નાખીને એક પગ પેટ ઉપર રાખીને સુવે ને, સાહે.......બ
ઉપરવાળા પાસે બીજું કોઈ સુખ માંગવાની ઈચ્છા જ ન થાય !
#આપડેપોતે
પરિવાર સિવાયની કોઈપણ બહેન-દિકરીને બોલાવ્યા વગર આપણેબાજુમાંથી નિકળી જઈએ અને એ બહેન સામેથી આપણને પુછે કે,
કેમ ભાઈ આજે બોલ્યા વગર નિકળી ગયા ?
તો માનવું કે એ બહેન-દિકરી-સ્ત્રીને આપણી પુરુષ તરીકેની મર્યાદા ઉપર પુર્ણ ભરોસો છે કે આ વ્યક્તિ સાથે વાત કરવાથી તેમની મર્યાદા ઉપર ખતરો નઈ આવે
અમુક લોકોના ગળામાં બ્લ્યુટુથ ને હેન્સફ્રી ના દોયડા લબડતા જોઈએ તો એવું લાગે કે જાણે
આ માણસ છે કે ૬૬ kv નું ઈલેક્ટ્રિક સબ સ્ટેશન કે ટ્રાન્સફોર્મર છે ?
😂😂😂😂
મારા ફેસબુક id ના DP માં મારો પોલીસ યુનિફોર્મ વાળો ફોટો છે.
થોડાક દિવસ પહેલા મને એક મેસેજ આવ્યો ફેસબુક મેસેન્જરમાં
મને કે' તમે જોબ કરો છો?
મે કીધુ હા ક્યારેય ક્યારેય
ઈ પછી ક્યારેય મેસેજ ન આવ્યો
🤣🤣🤣🤣
ગોળી જેમ ગયા !
પરિવાર સિવાયની કોઈપણ બહેન-દિકરી-સ્ત્રીને બોલાવ્યા વગર આપણે એની બાજુમાંથી નિકળી જઈએ અને એ બહેન સામેથી આપણને બોલાવીને પુછે કે, "કેમ ભાઈ આજે બોલ્યા વગર નિકળી ગયા ?"
તો માનવું કે એ બહેન-દિકરી-સ્ત્રીને આપણી પર પુરો ભરોસો અને પુરુષ તરીકેની મર્યાદા ઉપર માન છે.
#આપડેપોતે
રીટાયર્ડ થયા પછી કાં હોદ્દો ઉતર્યા પછી અમુક લોકોને સમજાય છે કે જે વાહવાહી હતી તે જે-તે સમયના હોદ્દાની હતી બાકી પોતે કોઈ આબરું કમાઈ શક્યા નથી. પછી પાછા સલાહ દેશે કે હોદ્દા વાળાઓએ આવું આચરણ કરાય, તો તારે એવું આચરણ કરવું તું ને !
"ઈમાનદારીની આશા સૌ રાખે, પણ બીજા પાસે"
#આપડેપોતે
કોઈ દિકરી દેતું ન હોય એવા માંડ માંડ પરણેલા લોકો આર્થિક રીતે નબળાં બાપની દિકરી સાથે પરણે ને પછી સાસરીયા એવું કહે કે "તારા બાપાએ દહેજમાં કાંઈ દિધુ જ નથી"તો હરામખોરો તમને પેલા નો દેખાણું કે આ ગરીબ છે.
અને ક્યારેક ગરીબ ઘરમાંથી લાવેલ વહુ સાસરીયાઓને શિંઘડે ચડાવતી હોવાના ઘણાં દાખલા છે
ધૃતરાષ્ટ્ર :- શું દેખાય છે સંજય ?
સંજય :- જ્યાં જુઓ ત્યાં ડ્રીમ ઈલેવન ક્રીકેટમાં ટીમ ઉતારી રોજ રુપિયા હારતા અને કરોડો કમાઈ લેવાની લ્હાયમાં સમય અને પોતે બન્ને બરબાદ થતાં યુવાનો દેખાય છે મહારાજા 😀
#આપડેપોતે
@Rajbha32450402
@NimawatHiren
@Tikde_Tak
લેડીઝની પોસ્ટમાં એવું કયુ આકર્ષણ બળ કામ કરતું હશે કે લેડીઝની માત્ર "Hiiiiiiiiiii...... " લખેલી પોસ્ટમાં સો-બસ્સો લાઈક્સ અને કમેન્ટ્સનો ઢગલો થઈ જાય
કદાચ "લાળાકર્ષણ" બળ તો કામ નઈ કરતું હોય ને?
🤣🤣🤣🤣🤣
@NimawatHiren
@PritenShah6
@Tikde_Tak
આ કોઈની અતિ કિંમતી વસ્તુ રસ્તા પરથી બીનવારસી હાલતમાં મળી આવી છે
જેની છે તેની સુધી પહોંચાડવામાં મદદ કરશો
જેની છે તેને પરત મળી જાય તેવા પ્રયત્નો કરજો
બહુ જ પુન્યનું કામ છે
ખાસ નોંધ:- જેની છે એને રુબરુમાં આવીને સાચી નિશાની આપશે તો જ પરત આપવામાં આવશે.
મિલ્કતની વહેંચણીમાં જમાઈ અને દિકરી પણ હાજર રહ્યાં,
પિતાની ઉપર મિલ્કત કરતાં દેવું વધારે નિકળ્યું, જમાઈ બોલ્યા કે અમે ભાગ લેવા નથી આવ્યા,
બન્ને ભાઈઓ સરખો ભાગ પાડે છે કે નઈ એ ન્યાય કરવા આવ્યા હતાં
Diplomatic Answer By "જમાઈ રાજ"
#આપડેપોતે
@NimawatHiren
@nitinchavda548
@darshp01
કોઈની પોસ્ટમાં લેડીઝે કમેન્ટ કરી હોય ને એ લેડીઝ સાથે આપણે ઓળખાણ હોય કે કોઈ ચર્ચાની વાત ચાલતી હોય તો બરાબર છે
પણ લેડીઝે માત્ર "Right" જ લખ્યું હોય ને અમુક ઉંમર ટપી ગયેલા નમુન ઈ લેડીઝ ની કમેન્ટ માં રીપ્લે કરે "તમારી વાત સાચી છે" હો મેડમ.
અરે મરી ગ્યા પાછો વળી જા હજી વખત છે😂😂😂
ઈમાનદારી મતલબ, હાથ પહોંચે નહી એટલે દ્રાક્ષ ખાટી છે એવું નથી.
કોઈને ખબર પણ ન પડે એવાં પુરેપુરા મોકા મળવા છતાં પોતાની નીતિમત્તા સાથે સ્હેજ પણ બાંધછોડ ન કરે એ સાચી "ઈમાનદારી"
#આપડેપોતે
અરે એનાં દીકરા તો કેવા કહ્યાગરા છે
જોવો તો ખરા કેવા ધંધે ચડી ગયા ને એક જ વર્ષમાં તો મકાન બનાવ્યા અને ફોર વ્હીલર ગાડીયું ફેરવતા થઈ ગયા છે
પણ ઈ ખબર છે હમણાં ઈ કહ્યાગરા દિકરાને કેસમાં ખાતું અડી ગ્યું ને બે નંબરના ધંધામાં પકડાઈ ગયા છે હવે જામીન ગોતતા ફરે છે ને બધુ વેચાઈ ગયું છે. 😂
હક્ક અને મહેનત વગર કારીગરી વાપરીને કરેલ હરામની કમાણીં કાં દવાખાનામાં જાય,
કાં એને વાપરી શકવાની શક્તિ જ ન રહે
કાં જેની માટે ભેગી કરી હોય તે વાપરવા માટે હાજર જ ન રહે. બચે માત્ર એ ધન ભેગુ કરનાર વ્યક્તિ એકલતા, મૌન,આંસુ,જુરાપો અને પછતાવો કરી માનસિક રીબાઈ રિબાઈને મરવા માટે !
#આપડેપોતે
દરેક ગામમાં એવા ગયઢા તો હોય જ છે
જેની પાંહે ભુતે બીડી માંગી હોય
કાં પછી દહરાના ખિજડે ભુત હાર્યે બથ્થ લીધી હોય કાં પછી એને અડધી રાત્રે બકરું કે ઘેટું મળ્યું હોય
😀😆😁🤣
@Tikde_Tak
@dineshpatel5892
@PritenShah6
ઘણાં લોકો એવા હોય છે, જે સ્વિકારતા નથી
પરંતું રોજ સવારમાં સોશ્યલ મીડીયામાં પોતાના મનગમતા પાત્રની પોસ્ટ કે મેસેજની રાહે હોય છે.
ને જ્યાં સુધી મેસેજ કે પોસ્ટ ન જુએ ત્યાં સુધી એને બેચેની જેવું રહે છે ને જેવો મેસેજ કે પોસ્ટ જુએ એટલે સ્હેજ મલકાઈ ને પોતાના કામે વળગી જાય છે
#આપડેપોતે
લેડીઝ શાકમાર્કેટમાં જાય તો પણ કપડા સાથે ઈમિટેશન જ્વેલરી, સેન્ડલ, બંગડી, ચાંદલો લિપસ્ટિક બધુ મેચિંગ વાળું પહેરીને જ ઘર બહાર પગ મુકે
ને જણ, જણ ને થુથા કલરનો બુશકોટ ને પોપટી કલરનું પાટલુંન ને પગમાં અંગુઠો નિકળી ગેલા મોજા ને પીળા કલરના બુટ પહેરીને ભાઈબંધ ના લગ્નમાં ઠેકડા મારતો હોય🤣
અઠવાડીયાથી તો એવા હાલ છે કે બપોરે ત્રણ વાગ્યે સુતા હોય ને પાંચેક વાગ્યે જાગવી તો એમ થાય કે
"એલા હું સુતો તો ઉનાળામાં ને જાગ્યો ઠેઠ ચોમાસામાં"
આટલું બધી બધી કુંભકર્ણ જેટલી નિંદર ?
😂😂
🤣😂😀
બાળક ખાલી પરીક્ષામાં ફેઈલ થયેલું છે કે પછી ઓછા માર્કે પાસ થયું છે.
તો એને ખોટું ટેન્શન ન આપતા વાલી તરીકે
જરુરી નથી કે જાજું ભણશે તો જ જીંદગી જીવી શકશે ! બની શકે કે એનમાં કોઠા સુઝ હશે તો કોઈ મોટી કંપની પણ સ્થાપી દે !
પરીક્ષા બીજીવાર આપી શકાશે એ બાળક ગુમાવશો તો બીજીવાર નઈ મળે!
રોજ રાત્રે નિંદર આવતા સમયે
અને
સવારમાં આંખ ખુલે ને તુર્ત જે વ્યક્તિ આપણને પ્રથમ યાદ આવે એ જ વ્યક્તિ આપણી ક્રશ, પ્રેમ અને દુનિયામાં આપણને સૌથી પ્રિય હોય છે.
#આપડેપોતે
અમુક હરામખોર પોતાના સ્વાર્થ ખાતર આગેવાનોના ખોટા ખોટા એવા વખાણ કરે એવા વખાણ કરે ને એવા ગરે એવા ગરે
આપણને એમ થાય કે આ બુટ-ચપ્પલ બાર ઉતારતો જાય તો હારું નકર હમણાં ચપ્પલ હોતો આખો હમાઈ જાશે 😄🤣
જે લોકોએ સફળતા, હોદ્દો, મિલક્ત, કે નામના મેળવી લીધા પછી પણ પોતે એક માનવી છે અને પોતે પણ અન્ય માણસો સમાન જ છે એવું સમજીને જીવે છે,
એ ક્યારેય દુ:ખી થતા નથી.
#આપડેપોતે
માતા-પિતા સજ્જન હોવા છતાં ગામની સલાહું લેવા જાય અને કોક સભા ગજવતા ફાંકા ફોજદાર મોટીવેટરને પોતાના આદર્શ માને !
સુખી થવા માટે પોતાના પરિવારની અને સાચા સંત સાધુ મહાત્માની સલાહ મનાય ફાંકા ફોજદારની નહી !
#આપડેપોતે
Facebook, Instagram કે બીજી કોઈ એપ્લિકેશન હોય !
કોઈની ફ્રેન્ડરીકવેસ્ટ એકસેપ્ટ કરો કે ફોલોઅર રિકવેસ્ટ એકસેપ્ટ કરો
એટલે તરત ઈનબોક્ષમાં મેસેજ આવે જ *Hiiiiii* કરીને
એલા ભાઈ............. ભુરા/ભુરી.......... ન્યાં શું કામ છે તારે ? પાછા વળો પાછા વળો
🤣🤣🤣🤣🤣🤣
@NimawatHiren
માં-બાપથી છુપાવીને લગ્ન કરેલાં યુવક-યુવતીઓ જ્યારે એનાં જ માતા-પિતાને એમ કહે ને કે, તમે અમારા પ્રેમ ને નઈ સમજી શકો ! ત્યારે એમ થાય કે જો એ પ્રેમને ન સમજતાં હોત તો તમે જન્મીને આવડા મોટા થયા જ ન હોય હરામખોરો #આપડેપોતે
@dineshpatel5892
@Tikde_Tak
@NimawatHiren
@MRGREEN_MISSION
વાત આપની સાચી તો પણ બ્લ્યુટુથ માં વાત ચાલું હોય તો ધ્યાન તો ખેંચાય જ વાતમાં
એની કરતાં તો એક સાઈડમાં ઉભા રહીને વાત કરી લેવાય કાં પછી આવેલ કોલ વાળાને કહી દેવાય કે થોડી વારમાં કોલ કરું
અને મોટા ભાગે એવી કોઈ ઈમરજન્સી હોતી નથી ને ઈમરજન્સી હોય તો કોલ માં વાત કરવાનો સમય જ ન હોય ભાઈ
એક મિત્રએ શિમલા જઈને મને કોલ કર્યો,
ને પુછ્યું કે શું લાવું તારી માટે ?
મે કી'ધુ ભાઈ એકાદ મણ ટાઢો બરફ લેતો આવજે શિમલે થી. આંયા બવ મોંધો પડે છે બરફ, ને ન્યાં મફત જડે છે
ફોન કટ કરી નાખ્યો ત્યાં તો 😂😂😂
#આપડેપોતે
@NimawatHiren
@dineshpatel5892
@Tikde_Tak
@PritenShah6
લોકોને જ્યાં સુધી સફળતા કે હોદ્દો નથી મળતો ત્યાં સુધી જ તેમની બુદ્ધી સામાન્ય વ્યવહાર કરે છે.
જેવી સફળતા કે હોદ્દો મળે એટલે એમની બુદ્ધિ અસામાન્ય વ્યવહાર કરવા લાગે છે.
બહું ઓછા લોકો હોય નોર્મલ બિહેવિયર માં જીવે છે
#આપડેપોતે
અલ્યા ભાઈ એવી શું માનસિકતા ?
કોઈ સ્ત્રી-પુરુષ વચ્ચે સંબંધ હોય તો તે માત્ર લફરું કે પ્રેમ જ હોય ?
સારા મિત્રો પણ હોઈ શકે ! કદાચ ભાઈ-બહેન જેવા પવિત્ર સંબંધ પણ હોય.
પણ આપણાં મગજમાં તો ગોબર જ ભરેલું છે ને 🙏
રસ્તે જતો આંખલો અને સર્પ
નીંદરમાં સુતેલ બાળક
અને ભગવાનનું ધ્યાન-પુજા કરનાર ભલે દુશ્મન હોય એને છેડવા નહી !
આ મારા અમુક નિયમો પૈકીનો એક નિયમ છે !
#આપડેપોતે
જ્યારે જ્યારે કામકાજની ચિંતા કે કોઈ વાતનું ટેન્શન, હતાશા ચારેય બાજુથી ઘેરી વળે ત્યારે,
આંખો બંધ કરીને નાભિમાંથી બોલો
"માય ગ્યું બધું"
આપડે નઈ કરવી તો ઈ કામ બીજુ કોક કરશે
🤣🤣🤣🤣🤣
દરેક વ્યક્તિના જીવનમાં પ્રિયપાત્ર સિવાયની પણ એક એવી વ્યક્તિ હોય છે,
જેની સાથે દિવસ દરમ્યાન એકવાર વાત ન કરો તો આખો દિવસ નિરસ ગયો હોય તેવું લાગે !
💜મારે તેવી વ્યક્તિમાં મોટાભાઈ છે. ને તમારે ?💜
#આપડેપોતે
આ તમારા દીકરાના હવે ક્યારે લગ્ન કરો છ��� ?
અરે બાપા ખેતી તો ૫૦ વિઘા છે ને દીકરો ભણેલો ગણેલો છે પણ ગામડામાં કોઈ દિકરી દેવા તૈયાર નથી એટલે,
પણ ઈ પેલા અમારી દિકરી માટે કોઈ સારો દિકરો ધ્યાનમાં હોય તે કે'જોને ટુંકા પરીવાર વાળો ને શહેરમાં નોકરી કરતો હોય એવો!
#આપડેપોતે
જ્યારે જાહેર મિલ્કતને બગાડ કરનારા લોકો પોતાના પિતાએ આપેલ ગીફ્ટ નઈ, પરંતુ પોતાની મહેનતથી ખરીદેલી વસ્તું માનવા લાગશે ત્યારે જ એની સાચી કિંમત અને જાળવણી થશે !
#આપડેપોતે
મોટા ભાગના હોદ્દેદારોને એવો ફાંકો હોય છે કે મારી દેખરેખના લીધે જ બધુ તંત્ર હાલે છે ?
હું ન હોત તો આ કાર્ય થઈ જ ન શકેત !
ને સૌથી મોટો ભ્રમ, હું જઈશ પછી આ લોકોનું શું થશે ?
#આપડેપોતે
ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.
સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.
જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.
૧/૧
ફોટામાં દેખાતા Dimpal Dalavari અને
@minalba_gohil
કે જેઓ બન્ને જરુરૂયાતમંદ લોકોને અન્ય લોકોની મદદ લઈને પણ શક્ય તેટલા સહાયરૂપ બને છે
"મરું પણ માંગુ નહી અપને તન કે કાજ,
પણ પરમારથ કે કાજ મને માંગતા ન આવે લાજ;"
આ દિકરીઓને અને એની જેવા સેવાભાવી તમામ લોકોને સો-સો સલામ.
#આપડેપોતે
એક જવાબદાર પિતા તરીકે જો પોતાના યુવાન થયેલા સંતાનો હેસિયત વગર અચાનક ફોર વ્હીલર ખરીદીને ફેરવવા લાગે તો ગર્વ કર્યા પહેલાં પોતાના સંતાનોને જરુર પુછવું જોઈએ કે,
તમારી પાસે આ ફોર વ્હીલર ગાડી લેવાના રુપિયા આવ્યા ક્યાંથી ? જો અવળો ધંધો કરતા હોય તો બંધ કરી દેજો !
#આપડેપોતે
પોતાની પુત્રી માટે ટુંકો પરીવાર અને શરતોને આધિન લગ્ન કરાવવા માંગતા માતા-પિતાએ એ બાબત પણ વિચારી જ લેવી કે પોતાના ઘરમાં આવનાર પુત્રવધુ પણ શરતોને આધિન જ તમારા પુત્ર સાથે લગ્ન કરશે. એ પણ સહજ રીતે સ્વિકારી વૃદ્ધાશ્રમની તૈયારી રાખવી.
અત્યારના સમાજની કડવી વાસ્તવિકતા
#આપડેપોતે
I like Wild cats
મારી વાડીએ ગાયને બાંધવાના વાડાવાળી જગ્યા બીજા જાનવરથી સુરક્ષિત હોવાથી જંગલી બીલાડી એ વાડામાં ગાયો સાથે પોતાના બચ્ચાને રાખે છે અને મારા મોટાભાઈ સાથે બચ્ચાં અને બીલાડીને એટલી આત્મિયતા કેળવાઈ ગઈ છે કે બચ્ચા મારા ભાઈના ખોળામાં રમતા હોય ને બીલાડી બાજુમાં બેઠી હોય !
સ્કુલ-કોલેજ છોડ્યા પછી વ્યક્તિ ભલે ગમે તે ઉંમરે પહોંચેલા હોય,
પરંતુ સાથે ભણ્યા હોય તેવા મિત્રો મળે
એટલે એવું લાગે કે જાણે ઘડીક "બાળપણ" પાછું મળી ગયું !
#આપડેપોતે
કડવું સત્ય
લોકો એમ કહે છે કે દિકરી જ માં-બાપને સૌથી વધારે પ્રેમ કરે છે. તો વૃદ્ધાશ્રમમાં રહેલા હર એક વૃદ્ધ���ને દિકરા-વહુએ દગો આપ્યો છે તો એમની દિકરીઓને મોકો મળ્યો છે પોતાનો સાચો પ્રેમ જતાવવાનો ! વહેલી તકે દિકરી અને જમાઈએ પોતાના માબાપને વૃદ્ધાશ્રમની કેદમાંથી મુક્ત કરાવવા જોઈએ.
સારા સારા રત્નો સૌ લઈ ગયા ને અમૃત દેવતાઓ પી ગયા
પણ ઝેર તો મહાદેવે જ પીવું પડ્યું !
એવી જ રીતે
પોતાના બાળકોની ખુશી માટે એક પિતા જરુર પડ્યે કડવા ઘૂંટડા પિ જતા હોય છે.
#આપડેપોતે
મિલ્કતની વહેંચણીમાં જમાઈ અને દિકરી પણ હાજર રહ્યાં,
વહેંચણીમાં પિતા ઉપર મિલ્કત કરતાં દેવું વધારે નિકળ્યું,
જમાઈ કડવું થયેલું મોં ઠાવકું રાખીને બોલ્યા કે અમે ભાગ લેવા નથી આવ્યા, બન્ને ભાઈઓ સરખો ભાગ પાડે છે કે નઈ એ ન્યાય કરવા આવ્યા હતાં !
#આપડેપોતે
નાના હતા ને સ્કુલમાં લેશન નો લઈ ગયા હોય કે કોઈ તોફાન કરતા પકડાઈ જઈએ
તો સાહેબ એમ કહે કે હાથ લાંબો કરો ને લાકડાની ફૂટપટ્ટી મારવા જાય !
ત્યાં તો સાહેબનું વ્હાલું ડોઢડાહ્યું નિહાળીયું પાછું એમ કહે કે ઉભા રીયો સા'ય્બ મારી પાંહે "ઈસ્ટીલ*ની ફુલપટ્ટી છે.
કોઈને એવો અનુભવ થયેલો ??? 🤣
પાપ કર્મિઓની સૌથી ઉચ્ચ શિક્ષા એ છે કે, વૃદ્ધાવસ્થામાં એની નજર સામે દિકરા-દિકરી કે પૌત્રોનું અવસાન થાય છે
જેના ખાંધે ચડીને જવાનું હોય જેનાં હાથે મુખાગ્ની લેવાની હોય એને જ છેલ્લી મંજીલ સુધી પોતાનું ખાંધ આપી મુખાગ્ની આપવો પડે ત્યારે કર્મની ગતિ સમજાય
કે "આ મારું દળેલું હું ખાવ છું"
@NimawatHiren
પેલા વરરાજો ત્રણ પ્રકારના સ્પ્રે લાવતા
એક વરરાજાની પોતાની માટે એક ખાસ મિત્રો માટે
ને એક ગામની માંગણ અળશું માટે 🤣😂😃😀
ને ઈ વરરાજા પાસે માગીને જે સ્પ્રે લગાડેલા હોય આખા વરઘોડામાં ખાટી ખાટી બડેહ જાણે છાસ છાંટી હોય પંદર દિવસની વાસી
વરઘોડામાં હોય એટલાના માથા દુખી જાય🤣😂😀😀
ભણાવી-ગણાવીને મોટા કરેલાં અને રુપિયાના અભાવે પોતાના માવતરને "તમે અમારા માટે કર્યું જ શું છે ❓" એવું કહીને કોષતા સંતાનોએ પોતાના પૂર્વજન્મના કર્મ અને પોતાના ભાગ્યને કોષવું જોઈએ !
જો તમારો આત્મા એટલો જ પુન્ય-ભાગ્યશાળી હોત તો તો તમેય કોક તવંગરના ઘરે જ જનમ્યા હોત!
#આપડેપોતે
❛❛ધીમેધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા,
કાં પછી સર્વસ્વ ત્યાગી બુદ્ધ થા.
સ્નાન હો ઘરમાં કે હો ગંગાતટે,
છે શરત એક જ ભીતરથી શુદ્ધ થા.
સામનો કર હાલમાં સંજોગનો,
શસ્ત્ર નાખી આમ ના અવરુદ્ધ થા.
એ જ તો નાદાન અંતિમ ધ્યેય છે,
નામ લઈ ઈશ્વરનું તું સમૃદ્ધ થા.