theyashbhatt Profile Banner
Yash Bhatt Profile
Yash Bhatt

@theyashbhatt

Followers
3K
Following
3K
Statuses
2K

વાત શેર બજારની @NewsCapitalGJ Views are personal. Earlier with CNBC Awaaz/Bajar, Zee 24 Kalak, ABP Asmita, GSTV. ❤️ Theatre ❤️ Memes

Joined January 2011
Don't wanna be here? Send us removal request.
@theyashbhatt
Yash Bhatt
8 days
વિશેષ લેખ, સમય ફાળવવો - બજેટ અને "મિડલક્લાસ" - આપને 12 લાખ રૂપિયા સુધી આવક પર કોઈ ટેક્સ ચુકવવાનો નથી, આ વાત ખોટી છે. 0 ટેક્સની વાત ભૂલી જજો મિત્રો. વિસ્તારથી અહીં સમગ્ર ગણતરી તમારા સમક્ષ રજૂ કરી છે. વાંચો અને આપના મિત્રો સુધી જરૂર શેર કરો.🙏 આખરે નિર્મલા સિતારમણજીએ સામાન્ય બજેટ 2025 સહુ સમક્ષ મુક્યું. 12 લાખ રૂપિયા પર કોઈ ટેક્સ ન હોવાથી લોકોને એક મોટી રાહત મળી છે. સરકાર પર ખાસ્સું દબાણ હતું. કઈ રીતે સરકારે આપના ખિસ્સાને હળવું કરી ફરી ભારે કર્યું છે, તે અહીં સમજાવીશું. પહેલો મુદ્દો તો એ કે આ જે 12 લાખ રૂપિયાની વાત છે તેને આપણે ટેક્સ છૂટ તરીકે ન જોવું જોઈએ. આપને જો હજુ કન્ફ્યુઝન હોય તો સમજી લો કે આ "ટેક્સ છૂટ" નથી. ટેક્સ તો તમારે ચુકવવાનો જ છે. જો જુની ટેક્સ પદ્ધતિમાં આપ છો, તો નવી ટેક્સ પદ્ધતિમાં તમારે આવવું પડે. જે બાદ જે ટેક્સ સ્લેબ છે, તે પ્રમાણે 5, 10 કે 15 ટકા ટેક્સ તમારા TDSમાં કપાઈ જ જવાનો છે. મતલબ ટેક્સ તો તમારે ચૂકવવાનો જ છે. એટલે આને ટેક્સ "છૂટ" ન ગણી શકાય. જ્યારે તમે ટેક્સ ચૂકવશો, એ પછી આ નાણાં પરત મેળવવા માટે તમારે ઈનકમટેક્સ રિટર્ન એટલે કે ITR ફાઈલ કરવું પડશે. જે ટેક્સ તમે TDS થકી ચૂકવ્યો છે, તે ટેક્સની ગણતરિ કર્યા બાદ રિટર્ન ફાઈલ કરવા પર સરકાર આપને આ ટેક્સ એક સાથે રિબેટ તરીકે પરત આપશે. એટલે જૂન, જૂલાઈ, ઓગસ્ટ જ્યારે પણ તમે આ ITR ફાઈલ કરો છો, ત્યારે એકસાથે આ ટેક્સની રકમ તે તમે પહેલ ચૂકવી હતી તે પરત તમારા ખાતામાં આવશે. હવે આ રકમને તમારે જે રીતે ઉપયોગમાં લેવી હોય, તમે લઈ શકો છો. આ પગલાંથી સરકારે બહુ સ્માર્ટલી તમારા પૈસાથી વ્યાજની આવક કમાઈ લીધી. જેથી રેવેન્યૂ લોસ ન થાય. ઉપરથી સિસ્ટમમાં પૈસા પાછા આપવાથી લોકો આ પૈસા બચાવવાને બદલે ખર્ચ જ કરશે અને સરકારનો એ જ ધ્યેય છે. હવે આ સરકારનું બીજુંં સહુથી સ્માર્ટ પગલું! આપની કુલ આવક 12 લાખ પર ટોટલ કોઈ જ ટેક્સ નહીં લાગે એવું નથી. અમુક "સરપ્રાઈઝ" તો તમારા માટે આપણા ટેક્સ સિસ્ટમમાં છે જ. જેમકે કોઈપણ પ્રકારના રોકાણ બાદ આપને મળતો કેપિટલ ગેઈન - નફો સમજો, તેના પર ટેક્સ તો છે જ. આપ કોઈ પણ મિલકતમાં રોકાણ કરો છો, ચાહે તે સોનું-ચાંદી, જમીન-મકાન, શેરબજાર, મ્યૂચ્યુઅલ ફંડ-SIP કે પછી FD-સેવિંગ સ્કીમ, PF કોઈપણ પ્રકારનું રોકાણ હોય, તેના વેચાણ પર થતા નફા પર કે વ્યાજથી થતી આવક પર એક ટેક્સ લાગે છે. જેનું નામ છે કેપિટલ ગેઈન ટેક્સ. આ ટેક્સના બે પ્રકાર છે. એક લોન્ગ ટર્મ એટલે કે ખરીદીના 365 દિવસ પછી થયેલી આવક, બીજું શોર્ટ ટર્મ એટલે કે ખરીદીના 365 દિવસ પહેલા થયેલી આવક. આપણા દેશમાં લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) 12.5% છે. જ્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન (STCG) 20% છે. હવે મેઈન મુદ્દો, આપને 12 લાખ રૂપિયા અને 75 હજાર સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં મળતો ટેક્સ રિબેટનો લાભ આ આવક પર લાગૂ નહીં પડે. મતલબકે આપની 12,75,000 રૂપિયાની આવકમાંથી LTCG અને STCGથી થયેલી આવક પર આપને ટેક્સ ચૂકવવાનો જ છે. એટલે આપણે આ આવકને અલગ ગણવાની રહેશે. તું સમજા? તું નહીં સમજા રે.... (મીમની ભાષા, માફી..) મતલબ કે ટેક્સમાં સંપુર્ણ છૂટ નથી ��િત્રો, આપની સ્ટાન્ડર્ડ આવક પર ટેક્સનો લાભ છે. પરંતુ LTCG અને STCG પર થયેલી આવક પર ટેક્સ છૂટનો લાભ નથી. આ તો સરકારે કાન આખો હાથ ગોળ ફેરવી ઉંધામાથે કરીને પકડ્યો છે. તમારી આવક પર કોઈ ટેક્સ નથી લાગવાનો તે મિથ્યાથી દૂર થઈ જજો મિત્રો. ટેક્સ તો ચુકવવાનો જ છે. માત્ર તેણે નવું નામ અને નવું સ્વરૂપ ધારણ કર્યું છે. ટેક્સ પ્રોફેશ્નલ્સની દલીલ એ છે કે LTCG STCG તો પહેલા પણ હતા, દેશના વિકાસ માટે ટેક્સ જરૂરી છે અને બાકી ઘણી બધી દલીલો છે. પરંતુ હું એમ કહેવા માંગુ છું કે આપની વાત સાચી, પણ આ વાતને સરકારે ટેક્સ છૂટ તરીકે રજૂ કરવાની નહોતી. સરકારે મધ્યમવર્ગના એક ખિસ્સામાં 1 પૈસો મુકીને બીજા ખિસ્સામાંથી 5 પૈસા કાઢી લીધા છે. આશ્ચર્યની વાત એ છે કે મધ્યમવર્ગને આ તમાચો જોરથી વાગ્યો છે પણ તેને ખબર પણ નથી પડી.. અસ્તુ 🙏
Tweet media one
9
25
77
@theyashbhatt
Yash Bhatt
57 minutes
0
3
0
@theyashbhatt
Yash Bhatt
4 hours
RT @NewsCapitalGJ: EXERT BULLISH ON THIS STOCKS AT CURRENT LEVEL | TARGET UPDATES Expert Focuses on this stock . યજ્ઞેશ પટેલ તરફથી આ શેર પ…
0
1
0
@theyashbhatt
Yash Bhatt
4 hours
EICHER MOTORS RECOMMENDATION FROM MARKET EXPERT @yagneshresearch
@NewsCapitalGJ
NewsCapital Gujarat
4 hours
EXERT VIEW ON EICHER MOTORS | AUTO STOCKS | STOCK RESULT | EXPERT VIEW Expert View on Eicher Motors. યજ્ઞેશ પટેલ પાસે જાણો કે આઇશર મોટર્સમાં આવનારાં સમયમાં કયાં લેવલ જોવા મળી શકે? #Eichermotors #Niftyauto #Business #Investment #Stock #Stocks #Stockmarket #Indianstockmarket #Stockinfocus #stockinaction
0
0
2
@theyashbhatt
Yash Bhatt
7 hours
0
2
0
@theyashbhatt
Yash Bhatt
9 hours
આજે સવારે ગિફ્ટ નિફ્ટી તરફથી મામુલી ઘટાડાના સંકેત. 18 પોઈન્ટ ઘટીને 23568 પર 6.40 AM પર કારોબાર. ડાઓ ફ્યૂચર્સ પા ટકાની તેજી પર. શુક્રવારે માર્કેટ બંધ થયા બાદ ગિફ્ટ નિફ્ટી વધુ ઘટ્યો હતો. અંદાજે 80 પોઈન્ટનો ઘટાડો હતો. આજે પણ મામુલી ઘટાડા સાથે શરૂઆત બાદ માર્કેટ ખુલશે. #market
@theyashbhatt
Yash Bhatt
3 days
મિત્રો, સપ્તાહનો અંત ફરી વેચવાલી સાથે. પણ આજે ફરી FII ₹470 કરોડ વેચી ગયા છે. ઇન્ડેક્સ ફ્યુચર પણ વેચ્યા છે. ઇન્ડેક્સ ઓપ્શન સામે ખરીદ્યા છે. સ્ટોક ફ્યુચર અને ઓપ્શન ખરીદ્યા છે. અલ્ટિમેટલી આ સપ્તાહ ફરી વેચવાલી જ જોવા મળી. #શેરબજાર #માર્કેટ #market
Tweet media one
0
0
9
@theyashbhatt
Yash Bhatt
3 days
મિત્રો, સપ્તાહનો અંત ફરી વેચવાલી સાથે. પણ આજે ફરી FII ₹470 કરોડ વેચી ગયા છે. ઇન્ડેક્સ ફ્યુચર પણ વેચ્યા છે. ઇન્ડેક્સ ઓપ્શન સામે ખરીદ્યા છે. સ્ટોક ફ્યુચર અને ઓપ્શન ખરીદ્યા છે. અલ્ટિમેટલી આ સપ્તાહ ફરી વેચવાલી જ જોવા મળી. #શેરબજાર #માર્કેટ #market
Tweet media one
0
0
8
@theyashbhatt
Yash Bhatt
3 days
23800 આજે તો ન આવ્યું, પરંતુુ 23700 આસપાસથી નિફ્ટી અટક્યો. આવતા સપ્તાહ માટે વ્યૂ હજુ પણ સકારાત્મક રહી શકે છે. બસ મામલો 23682 પર 200 દિવસની મૂવિંગ એવરેજ પર જ અટકી રહ્યો છે. આવતા સપ્તાહ માટે બેઝ બની ચુક્યો હોય તેવા સંકેત છે.
0
0
1
@theyashbhatt
Yash Bhatt
3 days
0
2
0
@theyashbhatt
Yash Bhatt
3 days
RT @manoj_216: @Akshat_World It's simple. Investor takes the risk, and the government takes the rewards.
0
29
0
@theyashbhatt
Yash Bhatt
3 days
RT @NewsCapitalGJ: RBI MONETARY POLICY | STOCKS IN FOCUS | EVENT UPDATES | COMPANY RESULT જાણો આજે કયા શેર અને સેકટર રહેશે ફોકસમાં #ITC #Br
0
1
0
@theyashbhatt
Yash Bhatt
3 days
0
2
0
@theyashbhatt
Yash Bhatt
3 days
તો આજે સવારે GIFT NIFTY RBI પોલિસી પહેલાં થોડો ઘટાડો દર્શાવે છે. ગઈકાલે એક્સપાયરીની વેચવાલી બાદ આજે માર્કેટ શાંત મૂડ સાથે ખુલશે. ગઈકાલે GIFT NIFTY મામૂલી 20 પોઇન્ટ ઘટીને બંધ થયો હતો. ડાઓ ફ્યુચર પણ મામૂલી ઘટ્યા હતા.
@theyashbhatt
Yash Bhatt
4 days
આજે સાપ્તાહિક એક્સપાયરીના દિવસે ફરી કેશ માર્કેટમાં FII વેચીને ગયા છે. ઉપરથી નિફ્ટી ફ્યુચર પણ વેચ્યા છે. કાલે હવે RBI દ્વારા થનાર જાહેરાત પર માર્કેટ ફોકસ કરશે. 🔻FII SOLD ₹3,550 CRORE 🔺DII BOUGHT ₹2,722 CRORE #શેરબજાર #માર્કેટ #market
Tweet media one
1
0
8
@theyashbhatt
Yash Bhatt
4 days
0
0
0
@theyashbhatt
Yash Bhatt
4 days
આજે સાપ્તાહિક એક્સપાયરીના દિવસે ફરી કેશ માર્કેટમાં FII વેચીને ગયા છે. ઉપરથી નિફ્ટી ફ્યુચર પણ વેચ્યા છે. કાલે હવે RBI દ્વારા થનાર જાહેરાત પર માર્કેટ ફોકસ કરશે. 🔻FII SOLD ₹3,550 CRORE 🔺DII BOUGHT ₹2,722 CRORE #શેરબજાર #માર્કેટ #market
Tweet media one
0
0
9
@theyashbhatt
Yash Bhatt
4 days
RT @AdityaD_Shah: Company reports a growth of 33% Profit grows at 33% Still the stock tanks by 8% This is what happens when u buy a stock…
0
20
0
@theyashbhatt
Yash Bhatt
4 days
SBIના પરિણામો આવી ગયા છે! પરિણામ બાદ આ શેરમાં આપની રણનીતિ શું હોવી જોઈએ? જુઓ આ વીડિયોમાં.
@NewsCapitalGJ
NewsCapital Gujarat
4 days
SBI CRASHED AFTER RESULT | IS IT BUYING OPPORTUNITY? | EXPERT VIEW ON SBI | PSU BANK નિમેષ ઠાકર પાસે જાણો કે SBI માં પરિણામ બાદ હવે શેરમાં કેવું પરફોર્મન્સ જોવા મળશે? #SBI #Statebankofindia #Psubank #business #investment #stock #stocks #stockmarket #stockpick #stockinaction #stocktobuy @nimeshthaker07 @theyashbhatt @yomik_prajapati
0
0
4
@theyashbhatt
Yash Bhatt
4 days
0
1
0
@theyashbhatt
Yash Bhatt
4 days
@KalpenParekh Early appreciation on data, will look deeply on this report post markets!
0
0
0